કરણ ની love story

પહોચંતા પહોચંતા દુર થી જોતા જ લાગતુ હતુ કે હુ મોડો પડી ગયો છુ પણ હવે શુ
આમ વિચારતા વિચારતા ગેટ પાસે પહોચંતા જ ઉભેલો જમાદાર પાસે આવીને પુછે છે નવુ એડમિશન છે?
મે હકાર મા ડોકુ ધુણાવ્યુ એટલે એણે બોલવાનુ ચાલુ કર્યુ
“બકા અહી રોજ રોજ આવુ મોડુ નય ચાલે તારે વહેલુ આવાનુ રાખવુ પડશે” આવા વાકય થી શરુ થતા ભાષણ ને અટકાવવા માટે મે સામે સવાલ કર્યો “કાકા 11 મા નો રૂમ ક્ઈ તરફ છે” મારી આવી તેમના ભાષણ અટકાયત ની ચેષ્ટા જોઈ ને તેમણે પણ મને ઊડાઉ જવાબ આપ્યો
“અહી સિડી ઓ થી ઊપર જતો રહે” સીડી ના પગથીયા ચડી ઊપર આવતા જ હુ મુંજાયો કેમકે હવે બે લાંબી લૉબી ડાબે અને જમણે હતી અને બંને લૉબી મા હારબંધ કલાસ હતા હવે મારો ક્લાસ કયો એ કોને પુછવુ એ માટે મે આજુ બાજુ નજર દોડાવી મારી પાછળ ની બાજુ પાણી પીવાનુ હતુ તેની આગળ
પ્રિન્સીપાલ ની ઓફીસ હતી અને તેની આગળ એક ખુણે એક બિજો રૂમ હતો જે મને દુર થી જોતા બધા શિક્ષકો નો લાગી રહ્યો હતો હુ જે સિડી થી ઊપર આવ્યો હતો ત્યાં થી એક મોટી ઊંમર ના બા ને આવતા જોઈ મને થયુ કે આમને પુછી લવ પણ તે તો પોતાને ક્ઈ ખબર જ ના પડતી હોય તે રીતે સાવરણી વડે કચરો વાળવા લાગે છે હુ ઓલા ખુણા વાળા બધા ટીચર ના રૂમ મા જવા માગતો નહોતો શુ ખબર નીચે વાળા જમાદાર ની જેમ ત્યાં પણ કોઈક ભાષણબાજ મળી જાય તો
આમ વિચારતો જ હતો અને જમણી લૉબી ના એક રૂમ માથી એક છોકરો નિકળે છે તેને જોતા જ હુ તેને પુછવા પગ ઊપાડુ છુ પરતું નિયતી ક્ઈક જુદું જ ઈચ્છતી હોય તેમ એની જ પાછળ એક છોકરી નિકળે છે જેને જોઈ મારૂ દિલ એક ધબકારો ચુકી જાય છે મારા પગ જમીન સાથે જકડાઈ જાય છે ખબર નઈ આવુ એની સુંદરતા ને જોઈ ને થઈ રહ્યું હતુ કે પછી તેનો ને મારો કોઈ જુનો ૠુણાનુબંધ હશે, કોને ખબર પણ આ બધામાં ઓલા નિકળેલા છોકરા ને તો હુ કયાય ભુલી જાવ છુ અને જોકે મારે હવે તેને પુછવુ પણ નહોતુ કેમકે હવે મારુ સંપૂર્ણ ધ્યાન ઓલી છોકરી પર હતુ, એના બહાર નિકળતા જ તેની નજર અમસ્તે જ મારી ઊપર પડી જાય છે અને એક જ ક્ષણ પછી તરત જ તે નજર હટાવી લે છે તેવુ તો નય કવ પણ કદાચ શરમાઈ ને ઢાળી દે છે તેની આ પ્રવૃત્તિ જોઇ હુ થોડોક મનમા રાજીપા સાથે ઓલા છોકરા ને જવા દ્ઈ તેની રાહ જોવુ છુ અને તેના નજીક આવતા જ હળવેકથી પુછુ છુ 11 મા ધોરણ નો કલાસ ક્ઇ તરફ છે ?
આ સાંભળતા જ તે પોતાની ઠાળેલી આંખો ઊચકીને જવાબ આપે છે “આ સામે ની લોબી મા છેલ્લે થી બિજો” એકદમ સરળ સીધો અને નકરો ભાવવિહીન જવાબ! અને એવી જ રફતાર થી આગળ જઈને તે પાણી ભરવા લાગે છે આમ હુ પણ પોતાના સ્વાભિમાન ની પરવા કરી તેને ઠોયા ની જેમ જોઈ રહો છુ તેમ ન જણાવતા તરત જ ત્યાં થી તેના બતાવેલા સરનામા તરફ જવા લાગુ છૂ જતા જતા મને એમ થયુ કે કદાચ એનો આ જવાબ મારા ન પુછાયેલા સવાલ નો જવાબ તો નય હોય ને!

=============================

શિયાળાનો અંત અને ઊનાળા ની શરૂઆત મા બપોર નો જે તડકો હોય તે આહલાદાયક તો નથી હોતો પણ તોય
આપડે સાવ સહી ના શકીયે તેવો પણ નથી હોતો આવા તડકા મા નિશાળ ના આગળ ના ચાર રસ્તા ઓળંગીને ઘર તરફ જતા રસ્તા પર આવતા જતા વાહનો ના નાના મોટા થતા પડછાયા ને જોતો જોતો હુ ઘરે જઈ રહ્યો હતો ત્યાં જ એક એકટીવા થોડીક મારા નજીક થી નિકળે છે અને આગળ જઈને ઊભી રહે છે કાળી એકટીવા અને તેના પર સવાર સફેદ યુનિફોર્મ મા બેઠેલી તે છોકરી જેણે મને સવારે ટુકાક્ષરી જવાબ મા મારો કલાસ મને બતાવ્યો હતો અને સવારે તેની સુંદરતા ને માણવાનુ ત્યાં થી જ તો અટકી ગયુ હતુ પછી સવાર નુ તે જે થયુ તે પછી રિસેશ મા પણ સામે દુર તે એકદમ ચોખ્ખી દેખાતી હોવા છતા તેનો સવારનો વર્તાવ યાદ આવતા હૂ તેને જોતા ખચકાતો હતો અને હવે આગળ આવીને આ રીતે તેનુ ઊભુ રહેવુ, હુ થોડોક મુંજાયો અને ધીમો પડયો હવે કોઈક આ રીતે આગળ આવીને ઊભુ રહે અને એમાય ખાસ કોઈ છોકરી જેને સવારે સરખો જવાબ પણ નહોતો આપ્યો એ શુ મારા માટે ઊભી રહે! એવુ તો બને જ કેમ નિશાળ ના એમ તો ઘણા છોકરા છોકરીઓ પોતાનુ વ્હીકલ લઈને આવે જ છે પણ હૂ પણ નવો અને મને કોઈ એ પુછયુ પણ નહોતુ લીફટ માટે
બસ કદાચ એવી જ રીતે આ પણ એમ જ ઊભી રહી ગયી હશે આવા વિચારો ના પ્રવાહ મા તેને જોતો અને પડી ગયેલી ધીમી ગતી મા ચાલતો હુ તેની સાઈડ મા થી નિકળવા ના નિર્ણય ને ના લેતો પણ એવુ જ કરવા જતો હુ આક્ષચૅય મા ત્યારે પડુ છુ જયારે એ પાછળ વળી ને મને તેના એકટીવા પર બેસી જવા ઈશારો કરે છે આ જોઈ અંદર થી તો હુ પણ આંનદ મા આવી જાવ છૂ પણ સાથે સાથે એમ પણ થાય છે કે આ મને અત્યારે……………………..!! પણ આવુ વિચારૂ ત્યાં સુધી તો એ બીજી વખત સાદ પાડે છે “અરે ચલને જલદી” આ સાંભળતા હુ થોડોક ઝડપથી તેની પાસે જવ છુ તેની પાસે પહોચંતા જ તે કહે છે કેમ એકદમ જ ધીમો પડી ગયો હતો મને જોઈને

।।।।।।।।।।।।।।।।।।.।।।।।।।।।।।।।।।।।।।।।।।

શું મોઠા ને આમ ઊપર ની તરફ ઉચકી કરણ તેને પુછે છે
“અરે એમ કહુ છું બેસી જા” જો કે આવુ તે બોલતી નથી પણ હાથના ઈશારા થી કહે છે
એકટીવા પર બેસ્યા બાદ તેણી પુછે છે કેમ આમ અચકાતો હતો બેસતા
ના બસ મને શું ખબર કે તુ મને લીફટ આપવા ઊભી રહી હશે આટલા બધા અહીયા થી જાય છે કોઈએ લીફટ આપવા નુ કહયુ નહી અને આપણે બન્ને તો એકબિજાને ઓળખતા પણ નથી કરણ ની આ વાત સાંભળીને તે હસી પડે છે તેને હસતા જોઈને કરણ પુછી લે છે મને તો એમા તારૂ નામ પણ નથી ખબર !
“મારૂ નામ કાવ્યા છે” તારા ઘરથી આગળ થઈ ને મારે પસાર થવાનુ હોય છે એટલે મે તને બેસાડી લીધો

આ સાંભળીને કરણ મલકાઈ ને પુછે છે ખરેખર બસ એટલા માટે જ !
આ સાંભળી એકટીવા પર લાગેલા કાચમા પાછળ બેઠેલા કરણ ને તે સ્માઇલ આપતા કહે છે તારે મને થેન્કયુ કહેવુ જોઈએ
ચાલુ એકટીવા પર સામેથી આવતો પવન તેના ચહેરા પર અથડાઈ ને માથા ના વાળ ને લહેરાવતો તેના રૂપ ને ઓર નિખારી દે છે અને આ જોઈ કરણ એટલુ જ કહે છે
“મારે તને થેન્કયુ નહી પણ કંઈક બિજુ જ કહેવુ છે
આ સાભળતા ઓલી તરત જ પૂછે છે શું શું
એજ કે તુ મને આમ રોજ લેતી જ્ઈશ અને બન્ને સાથે હસી પડે છે અને કાવ્યા એકટીવા ને બ્રેક મારે છે અને કહે છે કે આ સેવાના બદલામાં મને શું મળશે
એકટીવા પરથી ઊતરીને કરણ કહે છે કે આ સેવાના બદલામાં હૂ તારો થઈ જવા તૈયાર છુ આ સાંભળીને કાવ્યા મરક મરક હસ્તી ત્યાથી નિકળી પડે છે

પહેલી વખત જ તેને જોતા લાગતુ નહોતુ કે તે પણ ઇ રીતે મને મળશે પણ આમ તો બ્ઊ મજા આવી ગઈ યાર તેના એ ઊડતા વાળ તેની સાથે કરવા મળેલી એ થોડી ઘણી વાતો આમ વિચારતો ઘર તરફ જઈ રહેલો કરણ સ્વગત જ બોલી જાય છે “કાવ્યા મસ્ત નામ છે“

પછી તો શું દરરોજ કાવ્યા અને કરણ સવારે સાથે જાય અને પાછા પણ સાથે જ આવે.
ફ્રી ટાઈમ મા તેને યાદ કયૉ સિવાય કઈ સુજતુ તો નહીં જ અને રિશેષ હોય તેમાં તેને જોવાનુ ચુકુ તો નહી જ અને એ પાછી રિસ્પોન્સ પણ આપે બસ આ ચાલી રહયુ હતુ અને મને તો આ પળો મા તેની સાથે ખુબ મજા આવી રહી હતી પણ સાથે સાથે મનમા એક વિચાર પણ આવતો કે હવે રહેલી આ શરમ ને તોડી આ પાંગરી રહેલા સંબધ ને મારે એક નામ આપવુ જોઈએ એ તો છોકરી છે પહેલ તો મારે જ કરવી પડશે, મારી ચાલી રહેલી આ વિચારણા ને હુ વધારે વાગોળુ એ પહેલા તો રિશેષ પુરી થવાની બેલ વાગવા લાગે છે અને બધા પોતાના કલાસરૂમ તરફ જવા લાગે છે તો કેટલાક રિશેષ ના અંતે વોશરૂમ તરફ પોતાની હાજરી આપવાની ફરજ કરવા જાય છે પણ હુ તો બસ આમ જ ઊભો રહી ગયો હોઊ છુ પછી પરિસ્થિતિ નુ ભાન થતા હુ પણ ત્યાંથી કલાસરૂમ તરફ જવા લાગુ છુ ત્યારે હાથમા પાણી ની બોટર સાથે તે મારી સામેથી સ્મિતભેર આંખે ને ઊલાડતી નિકળી જાય છે અને તેની સાથે મારા પ્રેમ નો એકરાર કરવાનો વિચાર મારો નિર્ણય બની જાય છે, કલાસરૂમ ના દરવાજે થી અંદર તરફ વળતા પહેલા જેમ કોઈ ભકત મંદિર થી નિકળતા પહેલાં કે મંદિર મા જેમ ભગવાન ને નિહાળે તેમ હુ તેને પાણી ભરતી જોઈ એક અદમ્ય અહેસાસ સાથે કલાસ મા જતો રહુ છુ

એ પછી તો કલાસ મા બાકીના પિરીયડ મા ભણવુ તો બાજુમા જ રહ્યું હુ તો બસ તેને જે પાણી ભરતા નિહાળી હતી તે જ વગોળતો રહુ છુ સાથે સાથે એમ પણ વિચારતો રહુ છુ કે કઈ એ ક્ષણ એકદમ ક્ષેષ્ઠ રહેશે
પોતાની મનની વાત તેની સામે મુકવા માટે અને આવુ વિચારતા મને એ્વુ થાય છે કે મનની વાત મુકવી જ છે તો સ્થાન સમય શું જોવાના આમ પણ તેની આંખો મા પણ મારા માટે પ્રેમ તો છે જ તો સિધુ જ કહેવામાં શું વાંધો આમ જ વિચારી છેલ્લા પિરિયડ ના અંતે કરણ એક હોશિયાર વિદ્યાર્થી પેપર આપવા જે ઉત્સુકતા થી જાય તે રીતે નીચે ઉતરી કાવ્યા ની રાહ જોઇ ઊભો રહે છે થોડીક જ વારમા તે પોતાની એકટીવા લઈને આવી જાય છે પણ આજે તેણે મોઢા પર દુપ્પટો બાંધ્યો હોય છે આ જોઈ કરણ થોડોક સંકોચાઈ છે કારણ કે જે વાત મુકવાની છે તેમા તેના હાવભાવ જોવા પણ ખાસ જરૂરી છે પણ હવે શું થાય એમ વિચારીને કરણ એકટીવા પર બેસી જાય છે સ્કૂલ ના આગળ ના મોટા ચાર રસ્તા વટાવી ઘર તરફ જતા સિધા રસ્તા પર એક સાઈડ મા એકંદર ગતી એ કાવ્યા એકટીવા ચલાવી રહી હતી અને તેના આજના દિવસની વાતો કરણ ને કહી રહી હતી પરંતુ કરણ ને આજે તેની વાતો મા ખાસ કોઈ રસ નહોતો અને હવે તે બેચેની અનુભવી રહ્યો હતો
કેમકે એવી કોઈ પળ મળી નહોતી રહી તેને પોતાની વાત મુકવા માટે, તો હવે કરણ કાવ્યા ના બન્ને ખભા પર નાજુકતા થી હાથ મુકી તેની વાતને વચ્ચેથી જ અટકાવતા તેના કાનની નજીક જ્ઈ ને એક જુદા જ આવેગ થી કહે છે “કાવ્યા હુ તને ચાહું છુ તુ મને બઊ ગમવા લાગી છે” બસ આટલુ કહી ને કરણ ને એક હાશકારો થાય છે એક ભાર જે મનમા થયો હોય છે તેની જગ્યાએ હવે એકદમ હલકુ મહેશુશ થાય છે

આ સાંભળતા જ કાવ્યા બોલ ઊઠે છે “શું કરણ તુ મને ચાહે છે” હા કાવ્યા હુ તને ખુબ જ ચાહુ છુ કરણ ઉષ્માભેર બોલી જાય છે આ કહેતા જ કાવ્યાના મોમાથી એક ધીમો ઊદગાર નિકળે છે ‘અચ્છા’ આ સાથે એકટીવા એક બમ્પ કુદી જાય છે થોડીક ક્ષણો બંને મા થી કોઈ કઈ બોલતુ નથી કરણ તો કાચ તરફ મીટ માંડીને જોઈ રહ્યો હોય છે કયાક તેને કાવ્યા ની આંખો મા જ જવાબ મળી જાય તો પણ કાવ્યા કશું બોલતી નથી એટલે કરણ હવે અકળાઈ છે તે ફરીથી પુછે છે શું થયું કાવ્યા!
બસ તુ થોડીક વાર શાંતિ રાખ! કાવ્યા બોલે છે
અરે પણ શું થયું, આની આગળ શું બોલવુ તે કરણ ને પોતે પણ ના સમજાયુ તેણે સાઈડ મિરર મા ન જોવા બીજી તરફ મો ફેરવી લીધું મગજ એકદમ વિચાર શૂન્ય થઈ ગયુ અને એકદંર ગતિ એ જતા એકટીવા એ ઝડપ
પકડી કરણ ની ગલી પણ વટાવી લીધી ચાલુ એકટીવા એ પાછળ બેસીને શુન્યતા મા તાકી રહેલા કરણને એહસાસ થાય છે કે તે પોતાના ઘરની ગલીથી આગળ આવી ગયો છે તેને પુછવાની ઈરછા થઈ આવી પણ તેણે માંડી વાળ્યું

 હવે એકટીવા પોતાની ઝડપ ઘટાડી જાપાવાળી એક સોસાયટી મા પ્રવેશ કરે છે અને થોડેક અંદર જઈને એક લીંમડા ના ઝાડ નીચે છાંયડા મા ઉભુ રહે છે લીંમડા ના ઝાડ ને અડી ને એક ઘર હોય છે બંને એકટીવા પરથી ઊતરે છે અને કાવ્યા મોઢે બાંધેલો દુપ્પટો છોડી દે છે અને કરણ નો હાથ પકડી ઘરમા લઈ જાય છે એક મસ્ત હોલ મા આવીને ત્યાં થી એક બાજી એ રહેલી સિડીઓ થી એ કરણ ને ઉપર ની તરફ લઈ જાય છે પહેલા ઘર પછી તેમાય હવે સિડીઓ ચડી ને ઊપર ની તરફ જઈ રહેલા કરણ ને આ હાલત મા કંઇ સમજાતું નહોતુ પણ તે બસ કાવ્યા ની  પાછળ પાછળ તેના દ્વારા પકડાયેલા પોતાના હાથને ન છોડાવતા જતો જ જાય છે ઉપર રહેલા એક રૂમ મા જ્ઈ કાવ્યા ઉભી રહી જાય છે અને કરણ ની સામે જોવે છે કરણ પ્રશ્ચનાથૅ ભાવે તેને જોઈ રહે છે અને તે ફકત આંખે ના ઈશારા થી કરણ ને પાછળ જોવા કહે છે કરણ પાછળ જોવે છે અને તે ચોંકી જાય છે

  આબેહૂબ કરણ જેવી જ આંખો ભમરો એવો જ ચહેરો કાન નાક વાળ બધુ જ એવુ ખાલી ફરક એટલો જ હતો કે તેને પુણૅ રીતે દાઢી મૂછ હતા જ્યારે કરણ ને હજુ દાઢી મૂછ આવવાની શરૂઆત થઈ હતી દિવાલ પર લાગેલ તસવીર મા રહેરા એ માણસ ને જોઇ ને કરણ ના મોમાથી ઉદગાર નિકળી પડે છે “આ તો એકદમ મારા જેવો જ દેખાય છે”

      ‘તે મારો ભાઈ છે’ ધીમા અને ગહેરા અવાજથી કાવ્યા વાતની શરૂઆત કરે છે મારા પડછાયા ની માફક અને મને જીવથી વધારે વ્હાલ કરતો મારો ભાઈ આજથી ત્રણ વર્ષ પહેલા જ એક્સિડન્ટ મા ગુજરી ગયો

હુ અભાગી બચી ગઈ, ભણવાનુ પત્યા બાદ તે પોતાનો ધંધો નાખીને તેમાં સેટ થઇ ગયો હતો પોતાની કમાણી માથી તે પહેલુ વાહન આ એકટીવા લાવ્યો હતો અને અમે બંને તે લ્ઈને બહાર ફરવા ગયા હતા તે મારૂ છેલ્લુ વેકેશન હતુ તે પછી મારા જીવનમાં અંધકાર છવાઇ ગયો અમારો પરિવાર વિખરાઈ ગયો હોય એવું થઈ ગયું પણ મારા પપ્પાએ મને અને મારી મમ્મીને આ દુઃખ ના દરીયા મા ડુબવાની જગ્યાએ જીવન ને આગળ વધારવુ જોઈએ તેવુ સમજાવ્યું પણ હુ આજ સુધી મમ્મીને હસતા મોઢે નથી જોઈ શકી મારા 12 મા આવતા પપ્પાએ મમ્મી સાથે ઝઘડો કરી મને આ એકટીવા રીપેર કરાવી આપ્યું અને મને જાણે મારો ભાઈ પાછો મળી આવ્યો હોય તેવુ લાગી આવ્યું, પપ્પાએ એકટીવા નહી પણ મને રીપેર કરી નાખી ખુબ જ નજીક નુ સ્વજન ને ગુમાવ્યા બાદ તેમની તેમની યાદો પણ તેમની એટલી જ અનુભૂતિ કરાવે છે તેવુ મને હવે સમજાયુ મને હદથી વધારે પ્રેમ કરતા મારા ભાઈ ને પછી હુ દરરોજ મારી પાસે મહેસૂસ કરવા લાગી એને એમાંય થોડાક દિવસો પછી મને સ્કુલ મા તુ દેખાયો હવે તુ જ કહે કે તને જોઈ મારા મનમા ક્યો ભાવ જાગે, ક્ઈ લાગણી વધારે જોર કરે અને મારાથી ન રહેવાયુ એટલે મે તને પહેલી જ વખત મા મારી એકટીવા પર બેસાડી લીધો અને મને ખરેખર એવુ લાગ્યું કે “મને મારો ભાઈ પાછો મળી ગયો”

અને સાંભળીને કરણ સાતમા કોઠે થી ફસકાઈ પડયો.

One Reply to “કરણ ની કહાની”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *